Private Paramedical School

Govt. (University, UGC approved)

School of Health & Paramedical Courses

Welcome to BIMS

વોકેશનલ તાલીમની માહીતી

બરોડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (BIMS) (એ યુનિટ ઓફ આત્મીય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રજી-નં E-૭૨૯૩–વડોદરા) વર્ષ ૨૦૦૬ થી જન શિક્ષણ સંસ્થાન વડોદરા (ડિપાર્ટમેન્ટ ઓફ સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ, ભારત સરકાર, ન્યુ દિલ્હી) વર્ષ ૨૦૧૬ થી રોજગાર અને તાલીમ નિયામક ની કચેરી ગુજરાત સરકારના અને જાન્યુઆરી ૨૦૨૧ થી ITM VOCATIONAL UNIVERSITY ના સંયુક્ત ઉપક્રમે હેલ્થ અને પેરામેડિકલ ક્ષેત્રે (મેડિકલ લેબ ટેક્નોલોજી, મેડિકલ (હોસ્પિટલ) આસિસ્ટન્ટ, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, બ્લડ બેન્ક ટેક્નિશિયન, હિસ્ટો ટેક્નિશિયન, ફાર્માસિસ્ટ આસિસ્ટન્ટ, ડેન્ટલ આસિસ્ટન્ટ, ફિજીઓથેરાપી આસિસ્ટન્ટ) ની તાલીમ આપવાનું કાર્ય કરી રહ્યા છીએ. આ સંસ્થામાં વડોદરા જિલ્લાના અંતરિયાળ ગામો તથા સેલવાસ, વલસાડ,ગોધરા, વાપી, પંચમહાલ , લુણાવાડા, નર્મદા, મહીસાગર, આણંદ, જામનગર, ભાવનગર તેમજ રાજકોટ થી પણ વિદ્યાર્થીઓ ટ્રેનિંગમાં જોડાઇને રોજગાર મેળવે છે. છેલ્લા પંદર વર્ષમાં ૪૦૦૦ થી પણ વધારે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ બાદ રોજગાર અપાવવાનું કાર્ય અસરકારક રીતે કરી રહ્યા છીએ. સંસ્થામાં ઍડ્મિનિસ્ટ્રેટિવ સ્ટાફ તેમજ ટ્રેનિંગ સ્ટાફ અનુભવી અને વિષય માં નિષ્ણાંત સ્નાતક છે. આ ટ્રેનિંગ બાદ વિદ્યાર્થી ૮,૦૦૦/- થી ૧૨,૦૦૦/- રૂપિયા કમાઈ પોતાના પરિવારને આર્થિક રીતે સહકાર આપે એ સાથે-સાથે કોઈ હોસ્પિટલ કે લેબોરેટરીમાં નિપુર્ણ સ્ટાફ મળી રહે એવા આશયે આ ટ્રેનિંગ ચલાવવામાં આવે છે. સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓને માટે બસ પાસ અને રેલ્વે પાસ ની સુવિધાઓ ઉપલબ્ધ છે. તાલીમ બાદ વિદ્યાર્થીઓને  UGC Approved યુનિવર્સિટિનુ  પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. જેના દ્વારા સરકારી, અર્ધ સરકારી તેમજ પ્રાયવેટ સંકુલોમાં અને રિસર્ચ સેન્ટરોમાં નોકરી મળી શકે છે. વર્ષ ૨૦૦૬ થી ટ્રેનિંગ બાદ જોબ પ્લેસમેન્ટ મેળવેલા વિદ્યાર્થીઓનો રેકોર્ડ સંસ્થામાં ઉપલબ્ધ છે.

“ અમારું લક્ષ્ય ”
“હોસ્પિટલ અને લેબોરેટરીમાં નિપુર્ણ હેલ્થ અને પેરા મેડિકલ સ્ટાફ ઉપલબ્ધ કરવાનું છે.”

Testimonials

Head Office


First Floor, Kachhiya Patel Wadi,

Shiya Baug, Nr. Kirti stambh, RajMahal Road, Vadodara-390001.

97 277 56 771, 0265 - 24 26 771

Branch Office


F-8, Maruti Complex, B/s.Saraswati Complex,

Manjalpur, Vadodara-11

89 806 25 579, 0265 - 26 63 771